Deprecated: str_replace(): Passing null to parameter #3 ($subject) of type array|string is deprecated in /home/salambhuv/public_html/wp-content/plugins/jetpack/modules/photon-cdn.php on line 80

Deprecated: str_replace(): Passing null to parameter #3 ($subject) of type array|string is deprecated in /home/salambhuv/public_html/wp-content/plugins/jetpack/modules/photon-cdn.php on line 80

મફતમાં દુનિયા ફરવાની ૫ રીતો By.Salam Bhuvad

શું તમે દુનિયા જોવાના સપના જોવો છો, પણ એ કરવા માટે તમારી પાસે ફરવા માટે પૂરતા પૈસા નથી?તો ચિંતા નો કરો અત્યારે ૨૦૨૦ માં પેલાના સમય કરતાં સસ્તામાં અથવા મફતમાં ફરવું સરળ થઈ ગયું છે.હું અને મારો ભાઈ દર વર્ષે ૫ થી ૬ રાજ્યો ની મુલાકાત લય છી,મારી પાસે સારી એવી આવક છે પણ હું અને મારો ભાઈ જે રીતે ફરી છી એની વાત જ કઈક અલગ છે.અમે બંને ભાઈઓ એકરીતે મફત માજ ફરી છી અથવા સાવ ના બરાબર ના ખર્ચ થી ફરી છી. હું એક સિરામિક ટાઇલ્સ નો એક્સ્પોર્ટર છુ. જેથી કરીને મારે અવાર-નવાર વિદેશનો પ્રવાસ કરવાનો આવે છે. એ વાત અલગ છે કે હું મારા ધંધાને ગંભીરતા થી નથી લેતો ઍટલે ૨ થી૩ મહિના માં હું એક ડીલ કરું છુ.હું લગભગ ૨૦૧૫ થી ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરું છુ.

મારી પેલી ટ્રીપ ની વાત કરી તો હું માર્ચ ૨૦૧૫ માં કોમર્સ ૧૨માં ધોરણની બોર્ડની પરીક્ષા આપીને આફ્રિકાના એક દેશ નોકરી કરવા માટે નિકળી ગ્યો, એ મારો પેલો ઇન્ટરનેશનલ અનુભવ હતો.આફ્રિકા ના એ દેશ ની વાત કરી તો હું ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કૉંગો માં એક સલેસમેન અને અકાઉંટેંટ ની નોકરી માટે ગ્યો તો. $૩૦૦ સારુંઆત ના પગાર ધોરણે મે ત્યાં ૬ મહિના કાઢ્યા અને ૬ મહિના બાદ મારા દાદીની તબયત ખરાબ હોવા થી ભારત પાછો આવી ગ્યો. ભારત પાછા આવ્યા બાદ મરદ દાદીના દબાવમાં હું પાછો આફ્રિકા તો ન જાય શક્યો. પણ જે ૬ મહિના આફ્રિકામાં કાઢ્યા અને જે અલગ અલગ વ્યક્તિ અને સમુદાય ને મળ્યો એમાં થી ઘણા એવા લોકો પણ હતા, જે મફત માં ૫૦ થી ૬૦ દેશ ફરી આવ્યા હતા. અને એ હું પણ મારા હાલના પ્રવાસ દરમ્યાન એ રીત વાપરું છુ, જે નીચે જણાવેલ છે.

૧. વિદેશમાં તમારી આવડત બીજાને શીખવો.

આ રીત મને ધણી જગ્યા એ ઉપયૌગિ થઈ છે. હું એક્સપોર્ટ નો ધંધો કરું છુ ઍટલે મારે વધુ ભારતના બહારના લોકો સાથે અંગ્રેજી માં વાતચીત થતી હોય છે. એના હિસાબે મને અંગ્રેજીમાં સારી એવી પકડ છે. તમે એસિયા સાઈડના દેશોમાં જાસો. જેમ કે થઈલેંડ , કમ્બોડિયા, ઇંડોનેશિયા, વિએતનામ, બાલી, ફિલલિપિન, જેવા બીજા પણ દેશ છે, તો ત્યાંની ઘણી એવી સ્કૂલ માં પાર્ટ ટાઈમ અંગ્રેજી શિક્ષકની જરૂર રહેતી હોય છે. જે સ્કૂલ માં તમે પૂરા દિવસના ખાલી ૩ થી ૪ કલાક આપીને ત્યાં રાત રોકાણ અને ૨ ટાઇમની જમવાની વ્યવસ્તા કરી શકો છો.એ સ્કૂલ વાળા જ બધી વ્યવસ્તા કરી આપે છે. તમે ટ્રીપ પેલા પણ આ વેબસાઇટ થી સ્કૂલ સાથે વાત કરી શકો છો, જો તમને અંગ્રેજી ન આવડતું હોય તો કઈ વાંધો નહીં આના સિવાય પણ બીજા ૧૪ થી પણ વધારે રસ્તા છે જેથી તમે મફત માં ફરી શકો છો.

૨. ડબલ્યુડબલ્યુઑઑઍફ (wwoof)

કહેવા માટે તો આ એક રમત છે, પણ wwoof એ એક ઓર્ગોનીક ખેતી માટે આખી દુનિયા ના લોકો માટે તકો આપે છે. તો તમે શહેરી જીવન જીવીને કંટાળી ગયા હો તો આ તમારા માટે સારી એવી ફરવા અને કઈક અલગ અનુભવ માટે ની તક છે. wwoof ના મારફતે તમારા પ્રવાસ માં વપરાતા રહેવા અને જમવાના ખર્ચથી છૂટકારો મળી શકે છે. આપના ભારતના લોકોને ખેતી વિષે ખ્યાલ હસે જ, ખેતી એ મોટાભાગે સીજન પર નું કામ હોય છે, જેથી કરીને બહારના ખેડૂતોને આ મોસમી ખેતી માં મદદરૂપ થઈ એવા લોકોની જરૂર રરહેતી જ હોય છે.જ્યારે ખેડૂત પાસે રહેવા માટે રૂમ ખવામાટે સારું જમવાનું હોય છે પણ તેના ખેતર એ માણસ રાખવા પૂરતા પૈસા હોતા નથી જેથી કરીને ખેડૂતો wwoof ના મારફતે ટુરિસ્ટ ને શોધે છે. અને તેને કામ ના બદલા માં તેના ઘરે રાખી ને જમવા ની સુવિધા આપે છે. તમે ખાલી સમય માં તે દેશ માં ફરવા પણ જઈ શકો છો. ખેડૂત પાસે પહોચવાનો ખર્ચ આપણો હોય છે, જમવા અને રહેવા ની સગવડ ખેડૂત પૂરી પાડે છે. ૧૦૧ દેશની સૂચિ માથી તમને ગમતા દેશ માં જઈને ખેતી અને ફરવાનો આનંદ લય શકો છો.

૩. હોસ્ટેલ અને કામ કરી ને તે જ્ગ્યા એ રોકાવું.

http://www.backpackerbanter.com/blog/wp-content/uploads/2015/03/work-for-accomodation-hostel-backpacker-travel-3.jpg

wwoof ના ખેડૂતો ની જેમ હોસ્ટેલ વાળા પણ એવા લોકોની શોધ કરતાં હોય છે, જે પૈસા વગેર ફરવા અને નવો અનુભવ મેળવા પ્રવાસ માં નીકળી ગયા હોય. આ હોસ્ટેલ વાળા તમને મફત માં ત્યાં રહેવાની રજા આપસે. એના બદલા માં તમારે તે હોસ્ટેલ માં રૂમ સફાઈ , ગેસ્ટ ની રજીસ્ટર માં એન્ટ્રી વગેરે કામ માં મદદ કરવાની રહેશે. અમુક હોસ્ટેલ ના માલિક તમને રહેવાની સાથે ૨ ટાઇમ નું જમવાનું અને તે સિટિ ના સાઇટ સીન પણ કરાવશે. આ વેબસાઇટ દ્વારા તમે હોસ્ટેલ શોધી સકો છો. helpstay workaway

૪.હીચ હાઈકિંગ.

frame pool

હીચ હાઈકિંગ શબ્દ કદાજ તમારા માટે નવો છે પણ આ યુરોપ ,અમેરિકા જેવા દેશ માં સમાન્ય છે. હીચ હાઈકિંગ આટલે શું? આપણે એક શહેર થી બીજા શહેર સફર કરવા માટે બસ રિક્ષા ગાડી ભાડે થી લય અથવા ભાડું ચૂકવી ને જાય છી. એજ રીતે ઘણા એવા ફરવા વાળા લિપ માંગી ને સફળ કરે છે. લિપ ને સરળ ભાષા માં સમજવું તો, માની લ્યો તમે તમારી ગાડી લય ને બીજા શહેર માટે સફર કરો છો, એ દરમિયાન તમને કોઈ વ્યક્તિ મદદ માટે તમને ગાડી રોકાવે અને તમને કહે કે કૃપયા મને આગર સુધી લેતા જાવ તો તે વ્યક્તિ તમારી પાસે લિપ માંગે છે. એજ રીતે ઘણા એવા પ્રવાસી રોડના રસ્તા થી એક દેશ થી બીજા દેશ નો પ્રવાસ મફત માં કરે છે. જેથી તેની હવાઈ યાત્રા નો ખર્ચ ની બચત થાય છે.

૫.ક્રેડિટ કાર્ડ પર મળતી છૂટ.

જો તમે ઓનલાઇન ચુકવણી કરતાં હશો તો તમને એ વાત નો ચોક્કસ ખ્યાલ હસે કે ઘણીવાર તમને કેશ બેક જેવી ઓફર્સ આપવામાં આવે છે. ઘણીવાર તો એ ઓફર એટલી હોય છેકે આપણે થઈલેંડ જેવા દેશ ની હવાઈ યાત્રા ની ટિકિટ જેટલા પૈસા બચી રહે છે. ઘણી એવી બૅન્કના ક્રેડિટ કાર્ડ પર ઘણીએવી સુવિધા મળતી રહે ચ્હે એમાં થી એક ઈએમઆઈ જેવી સુવિધા ચ્હે જેમાં ખર્ચ કરેલી રકમ ને હપ્તા સિસ્ટમ માં ગોઠવી આપે છે.ક્રેડિટ કાર્ડ ના બીજા પણ ઘણા એવા ફાયદા છે જેનો તમે ઉપયોગ કરી એરપોર્ટ પર અને બીજી ઘણી જગ્યા એ લાભ લય શકો છો. તમારી પાસે ક્રેડિટ કાર્ડ ન હોય તો કઈ વાંધો નહિ. જો તમે ભવિષ્ય માં ફરવા જવાનું વિચારી રહ્યા છો તો ચોક્કસ કોઈ સબંધી અથવા દોસ્તો પાસે રહેલ ક્રેડિટ કાર્ડ નો ઉપયોગ કરી લેવો.


One response to “મફતમાં દુનિયા ફરવાની ૫ રીતો By.Salam Bhuvad”

Leave a Reply


Deprecated: str_replace(): Passing null to parameter #3 ($subject) of type array|string is deprecated in /home/salambhuv/public_html/wp-content/plugins/jetpack/modules/photon-cdn.php on line 80
%d bloggers like this: