
આ પ્રશ્ન તમારા માથી ઘણા માટે જરૂરી હસે.જો તમે ફળવાના શોખીન હસો તો, તમે સોલો ટ્રાવેલ વિષે અવાર નવાર સાંભર્યું પણ હસે. સોલો ટ્રાવેલ ઍટલે શું? કોઈ પણ સાથી વગર કરવામાં આવતો પ્રવાસ ઍટલે સોલો ટ્રાવેલ.સોલો ટ્રાવેલ માં તમે એકલા પ્રવાસ કરો છો જેમાં કોઈ પણ ભાઈબંધ બેનપણી કે બીજું કોઈ પણ વ્યક્તિ સાથે નો હોય. આપણાં ભારતમાં સોલો ટ્રાવેલ નું ઓછું ચલણ છે. પણ આપણે જર્મની, ફ્રાન્સ, બીજા યુરોપ ના દેશ ની વાત કરી તો તે દેશ ના નાગરિકો સોલો ટ્રાવેલ વધુ કરે છે.સોલો ટ્રાવેલ નો એક અલગજ આનંદ છે. કઈક એવી પણ વસ્તુ છે જે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે, જેના થી તમને પ્રવાસ દરમિયાન કઈ વાંધો ન આવે.
શું ધ્યાન રાખવું?
- બધા થી પહેલા તમે જે જગ્યા અથવા જે સ્થળ પર જવાનું વિચારો છો તેની પૂરી માહિતી મેળવી લ્યો, માહિતી મેળવા માટે તમને ઇન્ટરનેટ વધુ ઉપયોગી ગણાશે જેના થી તમને ત્યાં ના રિવ્યૂ વગેરે જાણવા સરળ રહેશે.
- રહેવા માટે સારી જ્ગ્યા વિષે માહિતી મેળવો જે સુરક્ષિત અને નજીક હોય.
- વધુ રોકડ રકમ સાથે રાખવી નહિ. એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ધણીવાર આપણને રોકડ રકમ પણ આપવી પડી શકે છે, જેથી હોટેલ,હોસ્ટેલ,ટ્રેન,બસ, વગેરે જે આપણે એડવાંસ લેવાતી હોય એવી ટિકિટો પહેલા બૂક કરવી લેવી.
- આપણાં સાથે રહેલ સમાનના બેગ માં આપણાં નામ મોબાઇલ નંબર જેવી માહિતીની ચિઠ્ઠી રાખવી જેથી આપણો સામાન બેગ ખોવાય ગ્યાં પછી પણ મળવાની આશા વધુ રહે.
- જો તમને કોઈ બીમારી હોય અથવા કોઈ એક દવા તમને તમારી બીમારીમાં વધુ અશર કરતી હોય તો એ દવા સાથે રાખવી.
- આપણાં ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ ની માહિતી યાદ રાખવી જેથી તમને તે મુશ્કિલ સમય માં ઉપયોગી થાય.તમે કાર્ડ નો ફોટો પણ મોબાઇલ માં સુરક્ષિત ફાઇલ માં સેવ કરી શકો છો.
- જો તમે વધુ રોકડ રકમ સાથે પ્રવાસ માં રાખો છો તો બધી રકમ એક સાથે એક પોકેટ કે બેગ માં ન રાખવી. અલગ અલગ જ્ગ્યા એ અલગ અલગ રકમ રાખવી.
- પ્રવાસ દરમ્યાન છુટ્ટા પૈસા હાથવગા રાખવા જેથી કરીને સામે વાળા વ્યક્તિને આપણી પાસે કેટલી રકમ છે તે ખબર ન પડે.
બસ આ નાની નાની વાતો યાદ રાખો અને નીકળી જાવ ફરવા માટે.
જો તમને આ માહિતી સારી અને મદદ રૂપ લાગી હોય તો પ્લીઝ તમારા સોશિયલ મીડિયા માં શેર કરો.નીચે કમેંટ કરી ને જણાવો તમારો અનુભવ કેવો રહ્યો પ્રવાસ દરમિયાન.
હું youtube અને instagram પર પણ છુ simple સર્ચ કરો salam bhuvad