
જો તમે ફરવાના શોખીન છો અને પ્લાનિંગ કરો છો વિદેશ પ્રવાસની તો આ આર્ટીકલ તમારા માટે જ છે. શું તમે જાણો છો? ઘણીવાર આપણાં પ્રમાણે સારું અને કોઈને તકલીફ ન આપે એવા શબ્દો પણ ઘણી જગ્યા એ આપણને મુશ્કેલીમાં મૂકી શકે છે.જેમકે એરપોર્ટ પર,કલ્પના કરો તમે તમાર વિદેશ પ્રવાસની સંપૂર્ણ ત્યારી કરી લીધી હવાય યાત્રા માટે ટિકિટ બૂક કરાવી લીધી,અને એરપોર્ટ જવા શુઘી વધુ બરાબર રહ્યું. જેવા તમે એરપોર્ટની અંદર પહોચ્યાને કઈક તમારી સાથે ખોટું થઈ ગયું. જેમ કે જે તમારે એરપોર્ટ પર ન કરવું જોય અને જે શબ્દ એરપોર્ટ પર ન બોલવા જોય એ તમે ભૂલ થી બોલી ગ્યાં.દુનિયાના લગભગ બધા દેશોના એરપોર્ટ પર આવી ધાર્યા વગરની પરિસ્થિતી ઊભી થતી રહેતી હોય છે. તો એરપોર્ટ પર કઈ બાબતનું ધ્યાન રાખવું એ નીચે જણાવેલ છે.
- કોઈ અજાણ વ્યક્તિ નો સામાન સાથે રાખવો નહી.
- આ શબ્દોનો એરપોર્ટ પર ઉપયોગ ન કરવો.
- આટલી વસ્તુઑ એરપોર્ટ પર પ્રતિબંધ છે.
- દારૂ ઓછા પ્રમાણમાં પીવું.
- એરપોર્ટ પર સૂવું નહીં.
- cashback and offers on flights click here.
૧.કોઈ અજાણ વ્યક્તિનો સામાન સાથે રાખવો નહિ.
જો તમે હવાઈ યાત્રા નિયમિત કરો છો, તો તમને ખ્યાલ જ હસે કે જેતે એરલાઇન્સ કંપનીના પોતાના અલગ અલગ શરતો અને નિયમો હોય છે. એ શરતો અને નિયમોમાં મુસાફરી કરનારા વ્યક્તિ માટે કેટલા કિલ્લો સામાન સાથે રાખવો એ પણ શમાવેસ થાઈ છે.અલગ અલગ એરલાઇન્સ તેના નિયમ પ્રમાણે અલગ અલગ વજન મર્યાદ સાથે મુસાફરી કરવાની છૂટ આપે છે, જો તેના નક્કી થયેલ વજનથી વધુ સામાન જાણતા તે ૨ રસ્તા આપે છે.
- વધારાનો સામાન કાઢી નાખો.
- જેટલો વધુ વજન છે તેની ચુકવણી કરો
હવે આજ વાતનો ઘણા માફિયા અને ગુંદા તત્વો ભોળા લોકોનો ફાયદો ઉપડે છે. તેવા લોકો તમારી પાસે આવીને વિનંતી કરશે કે, ”અમારી પાસે આ એક બેગ વધુ છે,જેમાં દવા અથવા મેડિકલ કીટ છે. જેથી આ તમારા સામાન સાથે ફ્લાઇટ માં ચેક ઇન કરી આપો.”જો તમે એની વાતમાં આવી ગ્યા તો આગર જતાં તમને એ મુશ્કેલીમાં મૂકી શકે છે,તમે નથી જાણતા કે ખરેખર એ બેગ માં શું છે. અંદર ડ્રગ્સ,કોકેન,અફીણ જેવા ગેરકાનૂની પદાર્થ પણ હોય શકે છે.જેથી કોઈ અજાણ વ્યક્તિનો સામાન સાથે રાખવો નહી.
૨.આ શબ્દોનો એરપોર્ટ પર ઉપયોગ ન કરવો.

આપણે રોજ ઘણા એવા શબ્દો નો ઉપયોગ કરતાં હોય છી.ઘણા એવા શબ્દો જે આપણાં ભાઈબંધ દોસ્તરો વચ્ચે હસ્સી મજાક માં કહેતા રહી છી. પણ શું તમે જાણો છો એરપોર્ટ પર ઘણા એવા શબ્દો બોલવા થી તમને દંડ,જેલ અથવા બન્ને થઈ શકે છે. એરપોર્ટ એક સવેદનશીલ સ્થળ છે. જ્યાં અમુક શબ્દોનો પ્રયોગ કરવા થી ત્યાં ભયનો માહોલ બની શકે છે. ધણીવાર એ ભયાનક પરિસ્થિતી બની શકે છે. જેથી નીચે જણાવેલ શબ્દો એરપોર્ટ પર બોલવા પર પ્રતિબંધ છે.
- બોમ (Bomb)
- ટેરેરિસ્ટ (Terorist)
- માફિયા (Mafia)
- મિસાઇલ (Missile)
- ગન (Gun)
- ૯/૧૧ (9/11)
- Info.Source:liveandletsfly.com
૩.આટલી વસ્તુ એરપોર્ટ પર પ્રતિબંધ છે.

દરેક જગ્યાએ કોઈ વસ્તુ ઉપર પ્રતિબંધ હોય છે.એવી રીતે એરપોર્ટ પર પણ ઘણી એવી વસ્તુ પર સુરક્ષાના કારણો થી પ્રતિબંધ રહે છે.એમાંથી અમુક વસ્તુ નીચે જણાવેલ છે.
- હથિયાર
- બંદૂક
- ચાકુ
- બેટેરી
- સરગી શકે એવું પ્રવાહી
- દુર્લભ જનાવર
૪.દારૂ ઓછા પ્રમાણમાં પીવું.

જો તમે દારૂના શોખીન છો અને વિદેશ યાત્રા સમયએ દારૂ પીવાનું વિચારો છો તો થોડા સાવધાન,કેમ કે વિમાન ટેક ઓફ વખતે તમે પીધેલ દારૂ થી તમારું શરીર ડિહાઈડ્રેટ થઈ શકે છે.ઘણી એવી એરલાઇન તમને તમારા દારૂ પીવાના કારણ થી તેના વિમાનમાં યાત્રા કરવા થી રોકી પણ શકે છે . તમે દારૂ પી શકો છો પણ એક મર્યાદા માં રહીને, જેથી તમારા હિસાબે કોઈ બીજા મુસાફરને તકલીફ ન પડે.
૫.એરપોર્ટ પર સૂવું નહીં.

એરપોર્ટ પર સૂવું કોઈ અપરાધ નથી.અને આધિકારિક રૂપથી તમને એરપોર્ટ પર સુવાથી કોઈ રોકી પણ નહીં શકે.પણ આ વસ્તુ એવા વ્યક્તિ માટે છે જે ૩૦ મિનિટથી પણ ઓછા સમય મળવાના સાથે સૂઈજવા ની એક ટેવ રાખે છે.wmbfnews પ્રમાણે દર અઠવાડિયે ૧૨૦૦ ચર્જિંગમાં રાખેલ લેપટોપ અને મોબાઇલ ઉતાવરમાં ભૂલી જાય છે.જેનું કારણ નીંદર માની શકી છી.સામાન ચોરી થવા થી લયને ફ્લાઇટ મિસ થવા સુધીના બનાવ બની શકે છે,જેથી એરપોર્ટ પર સુવાનું ટાળવું જોય.
આવીજ માહિતી વાળી પોસ્ટ મેળવો તમારા whatsapp પર અમારી સાથે whatsapp Group માં જોડાવા અહી ક્લિક કરો.
તમને આ પોસ્ટ ની માહિતી થી મદદ મળી હોય તો પ્લીઝ તમારા સોશિયલ મીડિયા અને whatsapp group માં શેર કરો.
કોઈ પણ માહિતી માટે નિચે કમેંટ કરી શકો છો અથવા મને instagram માં follow કરી શકો છો
instagram માટે અહી ક્લિક કરો.