
જો તમે ઓછા બજેટમાં વિદેશ યાત્રા કરવા માંગો છો તો થઈ જાવ ત્યાર. કેમ કે હું તમને આજે 7 એવા દેશ વિષે જણાવાનો છુ જેનો ખર્ચ માત્ર 30 હજાર જેટલો થશે. એ દેશની યાત્રા માં તમે 5 દિવસ થી 7 દિવસ સુધી રોકાણ કરી શકો છો.અમેરિકા,યુરોપ જેવા દેશના ૫ લાખ થી ૭ લાખ ના ખર્ચ હાલ બજેટ ની બારે છે, તો આ 7 દેશ તમને તેના કરતાં સારી ફેકીલીટી આપસે. એ પણ તમારા બજેટ માં. જેમાં તમને રહેવા,જમવા,સાઇડસીન , ફ્લાઇટ વગેરે બધુ ૩૦,૦૦૦ રૂપીયા ની આજુબાજુ મળી રહેશે. નીચે જણાવેલ દેશમાં તમે માત્ર ૩૦ હજાર ના ખર્ચે ફરી શકો છો.
- નેપાલ (Nepal)
- ભૂતાન (Bhutan)
- શ્રીલંકા (Shrilanka)
- ઇંડોનેશિયા (Indonesia)
- મલેસિયા (Malasiya)
- સિંગાપોર (Singapore)
- થાઈલેંડ (Thailand)
મને પૂરી ખાત્રી છે કે આ બ્લોગ વાંચ્યા બાદ તમે તમારી ઇન્ટરનેશનલ ટ્રીપ માટે ત્યાર હશો!
૧.નેપાલ. (Nepal)

નેપાલ અને ભારતની બોર્ડર એક હોવા થી નેપાલ ની યાત્રા ભારતીયો માટે સરળ અને સસ્તી રહે છે. નેપાલ ચારે તરફ થી બરફની ચાદરમાં સંતાયેલા પર્વત થી ધેરાયેલું છે, જેના કારણે દેશ વિદેશ થી લોકો નેપાળની મુલાકાતે આવે છે. નેપાલ એ ઘણા બુદ્ધ ધર્મ પાળવા વાળા ના ઘર થી પણ ઓળખાય છે. જેથી કરીને અહી પ્રવાસી નવી સંસ્કૃતિ ને નજીક થી ઓળખવા માટે આવે છે. જો તમે ભારતથી નેપાલ પ્રવાસ કરવાનું વિચારી રહ્યા છો તો આ પ્રવાસનો આનંદ તમે ૩૦,૦૦૦ ની અંદર ના ખર્ચે લય શકો છો.. નેપાળ જવા માટે પાસપોર્ટની જરૂર રહેતી નથી.voter id card અને આધાર કાર્ડ હોવું જરૂરી છે.નેપાળ જવા મતે ભારતના લોકો ને વિઝા ની જરૂર રહેતી નથી. જેમાં વિગત વાર માહિતી નીચે જણાવેલ છે.
- વિઝા ફી – મફત
- ફ્લાઇટ ની રિટર્ન ટિકિટ – ૧૦,૦૦૦Rs. થી ૧૨,૦૦૦ Rs.
- બસ રાજકોટ થી રાજકોટ – ૫,૦૦૦Rs. થી ૬,૦૦૦Rs.
- ત્યાં રહેવા જમવા ફરવા નો ખર્ચ/દિવસ – ૨૦૦૦Rs. થી ૨૫૦૦Rs.
- પ્રવાસ ના દિવસો – ૭દિવસ ૬રાત્રિ .
- ફરવા માટે બેસ્ટ મહિનો – ઓક્ટોમ્બર થી નવેમ્બર
- cashback and offers on flights click here.
નેપાળ માં ફરવા અને જોવા લાયક સ્થળો:
- ચન્દ્રગિરિ ટેકરી (Chandragiri Hill)
- ફેવા તળાવ (Phewa Lake)
- નાગરકોટ (Nagarkot)
- પશુપતિનાથ મંદિર (Pashupatinath Temple)
- વિશ્વ શાંતિ સ્પૂત (Word Peace Stupa)
૨.ભૂતાન. (Bhutan)

નેપાળની જેમ ભૂટાન પણ ભારતની બોર્ડર સાથે સંકરાયેલું હોવાથી ત્યનો પ્રવાસ કરવો સરળ અને સસ્તો છે. ભારત થી ભૂતાન જવાના ૩ માર્ગ છે. ટ્રેન,બસ,ફ્લાઇટ થી તમે ભારત થી ભૂતાન સરળતા થી પહોચી શકો છો.ભૂતાન એ ભારતનું સસ્તું મુસાફરી કરવામાં આવતું સ્થળ છે. ભૂતાન પાસે શાંત વાતાવરણ, અધભૂત ખાણો,અને પ્રચંડ કિલ્લાઓ છે. ભૂતાન જવા મતે ભારતના લોકો ને વિઝા ની જરૂર રહેતી નથી
- વિઝા ફી – મફત
- ફ્લાઇટ રિટર્ન ટિકિટ – ૧૦,૦૦૦Rs. થી ૧૨,૦૦૦Rs.
- ત્યાં રહેવા જમવા ફરવા નો ખર્ચ/દિવસ – ૧૨૦૦Rs. થી ૨૫૦૦Rs.
- પ્રવાસ ના દિવસો – ૫દિવસ ૪ રાત્રિ .
- ફરવા માટે બેસ્ટ મહિનો – ઓક્ટોમ્બર થી ડિસેમ્બર
- cashback and offers on flights click here.
ભૂતાન માં ફરવા અને જોવા લાયક સ્થળો:
- પૂનાખા જોંગ (Punakha Dzong)
- રીનપુંગ જોંગ (Rinpung Dzong)
- ડોચૂલા પાસ (Dochula Pass)
- કુએંસેલ ફોદ્રાન્દ (Kuensel Phodrang)
- પારો તકત્સંગ (Paro Taktsang)
3.શ્રીલંકા (Shrilanka)

શ્રીલંકા તેના સમુન્દ્ર કિનારા ના બીચ અને તેના 2000 વર્ષ જૂની સંસ્કૃતિ થી ઓળખાય છે. શ્રીલંકા એ પોતામાં જ એક અલગ ઓળખ ધરાવતું દેશ છે.એટ્લે ભારત થી 30,000 રૂપીયા ના પ્રવાસ ખર્ચમાં એ મારા મતે ત્રીજા સ્થાન પર આવે છે. ભારતીય ને શ્રીલંકાના વિઝા મેળવવા સરળ છે,તમારે પહેલા ફ્લાઇટ ટિકિટ અને હોટેલ બૂક કરાવી એક ઓનલાઇન વિઝા એપ્લાઈ કરવાના રહે છે. એ ફોર્મ ભરવામાં લગભગ 15 મિનિટ નો સમય લાગે છે. શ્રીલંકા માં એતિહાસિક સ્મારકો થી લઈને ખરભરાત ભર્યા શહેર સુધી ના આકર્ષક સ્થળો છે. કોલંબો, કેન્ડી, બેન્ટોટા જેવા શ્હેરો ના વારસો અને સંસ્કૃતિનો શ્રેષ્ટ અનુભવ કરી શકો છો.
- વિઝા ફી – $૨૦ USD
- ફ્લાઇટ રિટર્ન ટિકિટ – ૧૦,૦૦૦Rs. થી ૧૫,૦૦૦Rs.
- ત્યાં રહેવા જમવા ફરવા નો ખર્ચ/દિવસ – ૧૫૦૦Rs.થી ૨૦૦૦Rs.
- પ્રવાસ ના દિવસો – ૭ દિવસ ૬ રાત્રિ .
- ફરવા માટે બેસ્ટ મહિનો – ડિસેમ્બર. થી એપ્રિલ
- cashback and offers on flights click here.
શ્રીલંકા માં ફરવા અને જોવા લાયક સ્થળો:
- ગેલ ચહેરો લીલો,કોલંબો (Galle Face Green, Colombo)
- જૂની સંસદ ભવન (Old Parliment Building)
- દાંતનું મંદિર, કેન્ડી (Temple Of Tooth,Kendy)
- પિનાવાલા હાથી અનાથાશ્રમ (Pinnawala Elephant Beach)
- ટરટર હેચરી, બેન્ટોટા બીચ (Turrtle Hatchery,Bentota Beach)
૪.ઇંડોનેશિયા (Indonesia)

એક બજેટ પ્ર્વસીઓ માટે ઇંડોનેશિયા એક લોકપ્રિય દેશ છે. ઇંડોનેશિયા હિંદ મહાસાગર અને પ્રશાંત મહાસાગર ની વચ્ચે આવેલ દેશ છે. ઇંડોનેશિયા એ 18,307 ટાપુ નો દેશ છે. બાલી અને લોમ્બોક જેવા કેટલાક પ્રવાસીઓ ના લોકપ્રિય ફરવા લાયક સ્થળો અને શહેરો એ ઇંડોનેશિયા નો એક ભાગ છે. બાલી એ પ્રવાસી દ્વારા વારંવાર મુલાકાત લેવામાં આવતું સૌથી લોકપ્રિય ઇંડોનેશિયાનું ટાપુ છે ઇંડોનેશિયા ભારત ના પર્યટનોને જરૂરી દસ્તાવેજો ઉપર વિસા ઓન એરાઈવર ની સુવિધા આપે છે. ઇંડોનેશિયા એ ભારતીયો માટે વિઝા ફ્રી દેશ છે જ્યાં વિઝા નો ચાર્જ લેવામાં આવતો નથી.
આ પણ જુઓ : વિઝા ઓન એરાઈવર શું છે? આનો લાભ કય રીતે લેવો?
- વિઝા ફી – મફત.
- ફ્લાઇટ રિટર્ન ટિકિટ – ૧૫,૦૦૦Rs. થી ૧૭,૫૦૦Rs.
- ત્યાં રહેવા જમવા ફરવા નો ખર્ચ/દિવસ – ૨૦૦૦Rs.થી ૩૫૦૦Rs.
- પ્રવાસ ના દિવસો – ૪ દિવસ ૩ રાત્રિ .
- ફરવા માટે બેસ્ટ મહિનો – એપ્રિલ થી ઓક્ટોબર.
- cashback and offers on flights click here.
બાલી,ઇંડોનેશિયા માં ફરવા અને જોવા લાયક સ્થળો:
- ગોવા ગાજહ (Goa Gajah)
- ટેગલાલંગ ચોખા ટેરેસ (Tegalalang Rice Terrace)
- ફૂટા બીચ (Kuta Beach)
- ઉલુવાતુ મંદિર, બાલી (Uluwatu Temple,Bali)
- પવિત્ર મંકી વન, બાલી (Sacred Monkey Forest,Bali)
૫.મલેશિયા (Malaysia)

બજેટ પ્રવાસની લીસ્ટમાં મલેશિયા એ ૫માં નંબર પર આવે છે.મલેશિયા એ દક્ષિણપૂર્વ એશિયન દેશ છે, જે મલય દ્રીપકલ્પના ભાગનો બીજા નંબરનો ટાપુ છે. તે તેના દરિયા કિનારા, વરસાદી જંગલ, અને ત્યાં વસેલા ભારતીય,ચાઇનિજ અને યુરોપિયન લોકો ની મિક્સ સંસ્કૃતિ થી ઓળખાય છે. મલેશિયા એ પરંપરા અને આધુનિકતા નું મિશ્ર દેશ છે. જો તમે થાઈલેન,સિંગાપોર અથવા ઇંડોનેશિયા થી મલેશિયા જતાં હો તો તમને મલેશિયા વિઝા ઓન એરાયવલ જેવી સુવિધા આપશે.જેનો ચાર્જ ૧૦૦ usd છે.પણ તમે ઈન્ડિયા થી ઈ વિઝા એપ્લાઈ કરી શકો છો.
- વિઝા ફી – ૨૦૦૦ ઇંડિયન રૂપીસ
- ફ્લાઇટ રિટર્ન ટિકિટ – ૧૫,૦૦૦Rs.થી ૨૦,૦૦૦Rs.
- ત્યાં રહેવા જમવા ફરવા નો ખર્ચ/દિવસ – ૩૦૦૦Rs.થી ૪૫૦૦Rs.
- પ્રવાસ ના દિવસો – ૩ દિવસ ૨ રાત્રિ .
- ફરવા માટે બેસ્ટ મહિનો – નવેમ્બર થી ફેબ્રુઆરી.
- cashback and offers on flights click here.
મલેશિયા માં ફરવા અને જોવા લાયક સ્થળો:
- પેટ્રોનાસ ટવીન ટાવર્સ (Petronas Twin Towers)
- એકવેરિયા (Aquaria)
- કેએલસીસી પાર્ક (KLCC Park)
- રોયલ સેલેંગર વિઝિટર સેંટર (Royal Selangor Visitor Center)
- કૂઆલાલંપુર બર્ડ પાર્ક (Kuala Lumpur Bird Park)
- મેનાર કૂઆલા લંપુર (Menara Kuala Lumpur)
- પેવેલિયન કેએલ (Pavilion KL)
- ઈસ્લામિક આર્ટ્સ મ્યુજીયમ મલેશિયા (Islamic Arts Museum Malaysia)
- જલાન એલોર (Jalan Alor)
- સુરિયા કેએલસીસી મોલ (Suria KLCC Mall)
૬.સિંગાપોર (Singapore)

સિંગાપોર એ અત્યારે દુબઈ સાથે સરખાવીએ તો કઈ ખોટું નથી.સીંગાપોર પોતાના ઉચ્ચ શિક્ષણ સાથે ત્યાં રહેલ વૈભવી હોટેલ,રહેણીકરી માટે જાણીતું છે. વિશ્વનો સૌથી ઊંચો વોટરફોલ એ સીંગાપોર માં આવેલો છે.આ બધુ જાણીને તમને નવાય લાગશે કે શું ભારત થી આવા વિકસિત દેશની મુલાકાત માત્ર ૩૦,૦૦૦ હજાર નું આજુબાજુ થઈ ખરી. જવાબ છે હા જો તમે તમારી આ ટ્રીપ ૨ થી ૩ મહિના પહેલા કરો તો ચોક્કસ તમે ઓછા બજેટ થી સીંગાપોર જેવા મેગા દેશ આરામ થી ફરી શકો છો.
- વિઝા ફી – ૨૫૦૦ ઇંડિયન રૂપીસ .
- ફ્લાઇટ રિટર્ન ટિકિટ – ૧૮,૫૦૦Rs.થી ૨૩,૦૦૦Rs.
- ત્યાં રહેવા જમવા ફરવા નો ખર્ચ/દિવસ – ૧૯૦૦Rs.થી ૨૯૦૦Rs.
- પ્રવાસ ના દિવસો – ૩ દિવસ ૨ રાત્રિ .
- ફરવા માટે બેસ્ટ મહિનો – ફેબ્રુઆરી થી એપ્રિલ.
- cashback and offers on flights click here.
સીંગાપોર માં ફરવા અને જોવા લાયક સ્થળો:
- મરીના બે સેંડ્સ (Marina Bay Sands)
- ખાડી દ્વારા બગીચા (Gardens By The Bay)
- બોટનીક ગાર્ડન (Botanic Gardens)
- સીંગાપોર જૂ (Singapore Zoo)
- ઓકાર્ડ રોડ (Orchard Road)
- સીંગાપોર ફ્લાયર (Singapore Flyer)(
- ચાઈના ટાઉન (China Town)
- સેન્તોસા આઇલેન્ડ (Sentosa Island)
- યૂનિવર્સલ સ્ટુડિયો સીંગાપોર (Universal Studios Singapore)
૭.થાઈલેંડ (Thailand)

થાઈલેંડ તેની અડલ્ટ નાઇટ પાર્ટી માટે જાણીતો દેશ છે. ભારત ના ગુજરાત રાજ્યના લોકોની વાત કરી તો થાઈલેંડ એ વારંવાર ગુજરાતીઓ દ્વારા ફરવામાં આવતા દેશની શ્રેણી માં પ્રથમ સ્થાન ધરાવે છે. થાઈલેંડ માં તમે ત્યના સ્વાદિસ્ટ ફૂડ થી લઈને ત્યાની અલગ અલગ સંસ્કૃતિ નો આનંદ લય શકો છો. જો તમે પાર્ટી વગેરે નો શોખ રાખતા હોવ તો બેન્કોક પટાયા માં ચાલતી લેટ નાઇટ પાર્ટી માં જોડાઈ શકો છો. થાઈલેંડ માં બીજા પણ ઘણા જોવાલાયક સ્થળ છે. થાઈલેંડ પણ બીજા ઘણા દેશો ની જેમ ભારતીયો ને વિઝા ઓન અરઇવેલ ની સગવડ આપે છે. હાલ થાઈલેંડ માં વિઝા ફ્રી હોવા થી તમે થાઈલેંડ ની એક યાદગાર બજેટ પ્રવાસ કરી શકો છો.
- વિઝા ફી – મફત .
- ફ્લાઇટ રિટર્ન ટિકિટ – ૧૩,૦૦૦Rs.થી૧૭,૦૦૦Rs.
- ત્યાં રહેવા જમવા ફરવા નો ખર્ચ/દિવસ – ૧૦૦૦Rs.થી ૧૮૦૦Rs.
- પ્રવાસ ના દિવસો – ૫ દિવસ ૪ રાત્રિ .
- ફરવા માટે બેસ્ટ મહિનો –નવેમ્બર થી એપ્રિલ.
- cashback and offers on flights click here.
થાઈલેંડ માં ફરવા અને જોવા લાયક સ્થળો:
- બેંકોક Bangkok
- ચાઓ ફ્રાયા નદી (Chao Phraya River)
- બુધ્ધા મંદિર (Temple Of The Emerald Buddha)
- ચતુચક વિકેન્દ માર્કેટ (chatuchak Weekend Market)
- પટ્ટાયા (Pattaya)
- રામયના વોટર પાર્ક (Ramayana Water Park)
- પટ્ટાયા બીચ (Pattaya Beach)
- આર્ટ ઇન પેરેદાઈસ પટ્ટાયા (Art Of Paradise Pattaya)
આ પ્રવાસ એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર પણ કરી શકો છો જાણવા માટે અહી ક્લિક કરો.
આવીજ માહિતી વાળી પોસ્ટ મેળવો તમારા whatsapp પર અમારી સાથે whatsapp Group માં જોડાવા અહી ક્લિક કરો.
તમને આ પોસ્ટ ની માહિતી થી મદદ મળી હોય તો પ્લીઝ તમારા સોશિયલ મીડિયા અને whatsapp group માં શેર કરો.
કોઈ પણ માહિતી માટે નિચે કમેંટ કરી શકો છો અથવા મને instagram માં follow કરી શકો છો
instagram માટે અહી ક્લિક કરો.